ઇ-વ્હીકલના ફેલાવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત ઘણું જ પાછળ
ઇ-વ્હીકલના ફેલાવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત ઘણું જ પાછળ
Published on: 29th May, 2026

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે ભારત સહિત વિશ્વભરમાં ઈંધણનો પૂરવઠો ખોરવાયો છે ત્યારે મોટાભાગના દેશો ઈંધણના વિકલ્પ તરીકે વીજ વપરાશ વધારી રહ્યા છે જેમાં વીજ સંચાલિત કારના ઉપયોગનો પણ સમાવેશ થાય છે. વીજ કારના ફેલાવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત તેના હરિફોથી ઘણું પાછળ હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. નવી કારોના વેચાણમાં વીજ સંચાલિત કારની ટકાવારી ભારતમાં ઘણી જ ઓછી જોવા મળી રહી છે. ૨૦૩૦ સુધીમાં વીજ સંચાલિત કારોનો હિસ્સો ૩૦ ટકા સુધી લઈ જવા સરકાર ટાર્ગેટ ધરાવે છે.