ટ્રાન્સપોર્ટ કમિશનરના કારણે રિક્ષા ભાડામાં વધારો.
ટ્રાન્સપોર્ટ કમિશનરના કારણે રિક્ષા ભાડામાં વધારો.
Published on: 29th May, 2026

CNG ગેસના ભાવમાં સતત વધારાને કારણે રિક્ષાચાલક એસોસિએશને જાતે જ ભાડામાં વધારો કર્યો છે. હવે મિનિમમ ભાડું રૂ. 20 થી વધીને રૂ. 30 થયું છે, અને ત્યારબાદ પ્રતિ કિલોમીટર દીઠ રૂ. 5 નો વધારો લાગુ કરાયો છે. રેટ રિવ્યૂ કમિટીની રચના હોવા છતાં, ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા સમયસર નિર્ણય ન લેવાતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. સરકારે કોઈ નક્કર પગલાં ન લેતા, રિક્ષા ચાલકો માટે જૂના ભાડામાં ઘર ચલાવવું અશક્ય બન્યું હતું.