પાટણ ગ્રીન કોરિડોર બનશે
પાટણ ગ્રીન કોરિડોર બનશે
Published on: 29th August, 2026

પાટણને હરિયાળું અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વૃક્ષારોપણની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને બગવાડા દરવાજાથી નૂતન બસ સ્ટેન્ડ સુધીના વ્યસ્ત માર્ગને ગ્રીન કોરિડોર તરીકે વિકસાવવા માટે રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડરમાં સુંદર અને ઘટાદાર વૃક્ષો વાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અગાઉ લગાવવામાં આવેલી લોખંડની જાળીઓ હટાવીને ખુલ્લી કરાયેલી જગ્યા પર વિવિધ જાતના રોપાઓ વાવવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આ માર્ગ રાહદારીઓ અને વાહનચાલકોને ગરમીમાંથી રાહત આપી શકે.