અમદાવાદના સાયન્સ સિટી પાસે હીટ એન્ડ રન
અમદાવાદના સાયન્સ સિટી પાસે હીટ એન્ડ રન
Published on: 01st August, 2026

સાયન્સ સિટી નજીક ભાડજ બ્રિજ પાસે રોડ ક્રોસ કરી રહેલ 23 વર્ષીય રાહુલકુમારસિંઘ યાદવ નામના યુવકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ 24 કલાક બાદ પણ વાહન વિશે કોઈ જાણકારી મળી નથી.