ગુજરાતમાં હવે સિમેન્ટ રોડ: તૂટતા ડામર રોડનો નવો 'તોડ'
ગુજરાતમાં હવે સિમેન્ટ રોડ: તૂટતા ડામર રોડનો નવો 'તોડ'
Published on: 01st August, 2026

ગુજરાત સરકાર દ્વારા ડામર રોડને બદલે સિમેન્ટ રોડ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વરસાદને કારણે વારંવાર તૂટી જતા ડામર રોડના બદલે લાંબા ગાળા સુધી ટકે તેવા સિમેન્ટના રોડ બનાવવામાં આવશે. આ નિર્ણય હેઠળ ગ્રામ પંચાયત, RB, મહાપાલિકા અને નગરપાલિકા વિસ્તારના રોડનો સમાવેશ થાય છે. જોકે, આ મોટા પાયા પર સિમેન્ટ રોડ બનાવવાના કાર્યમાં ટેકનોલોજી, મજબૂત પાયો, ગુણવત્તાયુક્ત કોંક્રિટ અને અમલીકરણ જેવા અનેક પડકારો છે.