પત્ની સાથે આડા સંબંધની શંકાન લીધે સાથી કર્મચારીની હત્યા કરનારને આજીવન કેદ
પત્ની સાથે આડા સંબંધની શંકાન લીધે સાથી કર્મચારીની હત્યા કરનારને આજીવન કેદ
Published on: 01st August, 2026

કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામની એક કંપનીમાં કામ કરતા શ્યામજી મહેશપ્રસાદ માલી નામના કર્મચારીએ તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી તેના સાથી કર્મચારી મુકેશ દેવપાલ કેવટની લોખંડના દસ્તા વડે માથામાં ઘા મારી હત્યા કરી દીધી હતી. આ કેસ કલોલની કોર્ટમાં ચાલ્યો, જ્યાં ચોથા એડીશનલ સેશન્સ જજે આરોપી શ્યામજીને હત્યાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે તેને સુરત રેલવે સ્ટેશનથી ઝડપી લીધો હતો.