ગાંધીનગર મનપા વિસ્તારમાં 627 મકાનધારકોને સલામત સ્થળે ખસવાની નોટિસ અપાઇ
ગાંધીનગર મનપા વિસ્તારમાં 627 મકાનધારકોને સલામત સ્થળે ખસવાની નોટિસ અપાઇ
Published on: 01st August, 2026

ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા તંત્ર દ્વારા આગોતરી તકેદારી રૂપે ભયજનક તથા જોખમી નબળાં માળખાં હટાવવાની કામગીરી કરવામાં આવી. આ અંતર્ગત ગાંધીનગર શહેર સહિત જિલ્લામાં 38થી વધુ હોર્ડિંગ્સ, 340થી વધુ વૃક્ષો, 11થી વધુ વીજપોલ હટાવવામાં આવ્યા. કોર્પોરેશન વિસ્તારમાં 7 હોર્ડિંગ્સ, 327 વૃક્ષો/શાખાઓ અને 6 વીજપોલ દૂર કરાયા. 807 નબળાં મકાનો પૈકી 180 આવાસો સુરક્ષિત હટાવ્યા. બાકી રહેતા 627 મકાનધારકોને સલામત સ્થળે ખસવાની નોટિસ અને મદદ અપાઈ.