અંગત અદાવતમાં યુવકની નિર્મમ હત્યા
અંગત અદાવતમાં યુવકની નિર્મમ હત્યા
Published on: 01st August, 2026

સુરેન્દ્રનગરના ખજેલી નજીક ચમન નગવાડિયા નામના યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો છે. પરિવારજનોએ અંગત અદાવતમાં હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમના મુજબ, અગાઉ અકસ્માત કરી ઈજા પહોંચાડી, પછી છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ અને બાઈક પણ લૂંટી લેવાયું. પોલીસે શરૂઆતમાં તેને અકસ્માત ગણાવ્યો હોવાનો આરોપ છે. યોગ્ય તપાસ અને ન્યાયની માંગ સાથે પરિવારજનો જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચ્યા હતા.