ગીર સોમનાથ LCB રેડ અને FIRની વિગતોમાં તફાવત હોવાનો આક્ષેપ
ગીર સોમનાથ LCB રેડ અને FIRની વિગતોમાં તફાવત હોવાનો આક્ષેપ
Published on: 16th September, 2026

ગીર સોમનાથ જિલ્લામાં LCBની જુગાર રેડ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. પ્રભાસ પાટણના બાલાજી નગરમાં થયેલી રેડ અને પોલીસ ચોપડે નોંધાયેલી FIRની વિગતોમાં મોટો તફાવત જોવા મળ્યો છે. સ્થળ પર આઠ વ્યક્તિઓ (ચાર પુરુષ, ચાર મહિલા) ઝડપાયા હોવાના આક્ષેપ વચ્ચે FIRમાં માત્ર ત્રણ પુરુષોનો ઉલ્લેખ છે, જ્યારે મહિલાઓનું નામ ગાયબ છે. આ ઉપરાંત, રેડ રહેણાંક મકાનમાં થઈ હોવા છતાં FIRમાં જાહેર રોડ દર્શાવ્યો છે. સ્થળ પરથી મોટી રકમ મળ્યાની ચર્ચા હતી, પણ FIRમાં માત્ર 9400 રૂપિયા જ નોંધાયા છે. આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસની માંગ કરાઈ છે.