ઝેરી કચરાનો ખાડીમાં નિકાલ: LCBની કાર્યવાહી, 5 સામે ગુનો.
ઝેરી કચરાનો ખાડીમાં નિકાલ: LCBની કાર્યવાહી, 5 સામે ગુનો.
Published on: 08th May, 2026

સાયખા GIDCની માલ્વીસ ઇન્ડસ્ટ્રીઝમાંથી હેઝાડર્સ વેસ્ટનો ખાડીમાં નિકાલ કરવાનો કારસો LCBએ ઝડપી પાડ્યો. રૂા. 30-40 હજાર બચાવવા માટે કંપનીના માલિક સહિત 5 આરોપીઓએ પોલી એલ્યુમિનિયમ કલોરાઇડ (PAC) જેવા અત્યંત જોખમી કેમિકલને ખાડીમાં ઠાલવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની સતર્કતાથી 43 હજાર લીટર PAC ભરેલું ટેન્કર જપ્ત કરાયું. આ કેમિકલ જળચર જીવો અને જમીન માટે અત્યંત હાનિકારક છે.