ભ્રષ્ટાચારના આરોપ બાદ તાત્કાલિક હુકમથી અધિક મદદનીશ ઇજનેર ફરજમુક્ત
ભ્રષ્ટાચારના આરોપ બાદ તાત્કાલિક હુકમથી અધિક મદદનીશ ઇજનેર ફરજમુક્ત
Published on: 01st August, 2026

અમરેલીના ખાંભામાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર તુષાર એ. કેસરિયાને વિકાસ કામોના એમ.બી. રેકોર્ડ અને બિલો મંજૂર કરવા માટે અનાધિકૃત નાણાંની માંગણી તથા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને પગલે તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે. અરજદાર ભાવનાબેન સુખડિયાની ફરિયાદ બાદ થયેલી પ્રાથમિક તપાસમાં અધિકારી દ્વારા અપેક્ષિત પ્રામાણિકતા અને નિષ્ઠાના પાલનમાં નિષ્ફળતા જણાઇ હતી. સરકારી દસ્તાવેજો સાથે ચેડાં અથવા સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા ધ્યાનમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારી કે. જે. જાડેજાએ આ નિર્ણય લીધો છે.