ગુજરાતમાં નકલી ટામેટા સોસનો મોટો કારોબાર!
ગુજરાતમાં નકલી ટામેટા સોસનો મોટો કારોબાર!
Published on: 02nd September, 2026

ગુજરાતના મોટા શહેરો અમદાવાદ અને સુરતમાં કેમિકલયુક્ત પાણી અને કલરથી બનેલા નકલી ટામેટા સોસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ કૃત્રિમ સોસ લારી-ગલ્લાં અને નાની હોટેલો સુધી પહોંચીને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ નકલી સોસનો વાર્ષિક કારોબાર 200 કરોડ રૂપિયાથી વધુનો હોવાનો અંદાજ છે. સુરતના ફૂડ સ્ટોલ સંચાલકો ISI માર્ક્સવાળા અથવા ભરોસાપાત્ર સ્થળેથી જ સોસ ખરીદવાની વાત કરી રહ્યા છે, જ્યારે વડોદરાના કેટલાક દુકાનદારો પોતે સોસ બનાવતા હોવાનું કબૂલ્યું છે.