હિંમતનગરમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનાર વજેપુરના નરાધમને 20 વર્ષની સખત કેદની સજા
હિંમતનગરમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનાર વજેપુરના નરાધમને 20 વર્ષની સખત કેદની સજા
Published on: 01st August, 2026

હિંમતનગર નજીક, વિજયનગર તાલુકાના વજેપુર ગામમાં અઢી વર્ષ અગાઉ 11 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ચંદ્રકાંત અમરતભાઈ કટારાને ઈડર કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે દોષિતને વળતર રૂપે સગીરાને 1 લાખ રૂપિયા ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. આ ઘટના જાન્યુઆરી 2024માં બની હતી જ્યારે સગીરા કુદરતી હાજતે ગઈ હતી. સગીરાની દાદીએ લોહીવાળા કપડા જોઈને પૂછપરછ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસ ફરિયાદ બાદ ચાર્જશીટ રજૂ કરાઈ હતી અને અંતિમ સુનાવણી બાદ ન્યાયાધીશે સજા જાહેર કરી.