કીર્તિ પટેલની ત્રીજા કેસમાં અટકાયત, મીડિયાને જોઇને કહ્યું - 'ફોટો પાડવો છે?'
સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલને સુરત પોલીસે ત્રીજા કેસમાં અટકાયત કરી છે. લલિત ડોંડા નામના શખસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે લસકાણા પોલીસે કાર્યવાહી કરીને કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી. કોર્ટ પરિસરમાં મીડિયાના કેમેરા જોઈને કીર્તિએ કહ્યું કે, 'ફોટો પાડવો છે, દુપટ્ટો ઉતારું?' કાનૂની પ્રક્રિયા બાદ કીર્તિને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવી.
કીર્તિ પટેલની ત્રીજા કેસમાં અટકાયત, મીડિયાને જોઇને કહ્યું - 'ફોટો પાડવો છે?'
મુંબઈ CSMT સ્ટેશનના ફ્રી Wi-Fi થી મોબાઈલ હેક
મુંબઈ CSMT સ્ટેશન પર ફ્રી Wi-Fi વાપરતાં મોબાઈલ હેક થયો, જેના પગલે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજરના ક્રેડિટ કાર્ડમાંથી માત્ર ૨૮ મિનિટમાં ૪.૨૭ લાખ રૂપિયાની ઉચાપત થઈ. હેકર્સે મોબાઈલ કોન્ટેક લિસ્ટમાં રહેલા લોકોને RTO ચલણના નામે APK ફાઈલ મોકલી, જે ડાઉનલોડ કરતાં GMનો મોબાઈલ હેક થયો. આ હેકિંગના કેસમાં વડાલાના રહેવાસી ગોવિંદ બિશ્વાસ પીડિત છે. પોલીસે આ મામલે FIR નોંધી તપાસ શરૂ કરી છે. જાહેર Wi-Fi વાપરવામાં અનેક જોખમો રહેલા છે, તેથી સાયબર નિષ્ણાતો સુરક્ષિત નેટવર્કનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.
મુંબઈ CSMT સ્ટેશનના ફ્રી Wi-Fi થી મોબાઈલ હેક
ઝિશાન સિદ્દીકીને ગેંગસ્ટર ઝિશાન અખ્તર દ્વારા પિતાની હત્યા બાદ મારી નાખવાની ધમકી
મુંબઈ NCP (અજીત પવાર જૂથ)ના MLC ઝિશાન સિદ્દીકીને સોશિયલ મીડિયા વોઇસ નોટ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીના હત્યા કેસના આરોપી અને વોન્ટેડ ગેંગસ્ટર ઝિશાન અખ્તર દ્વારા આપવામાં આવી છે. વોઇસ નોટમાં, અખ્તરે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારતા ઝિશાનને ધમકી આપી છે કે "મેં તારા પિતાની હત્યા કરી છે, હવે તારો વારો છે." મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ ઓડિયોની સત્યતા ચકાસી રહી છે, જોકે કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
ઝિશાન સિદ્દીકીને ગેંગસ્ટર ઝિશાન અખ્તર દ્વારા પિતાની હત્યા બાદ મારી નાખવાની ધમકી
ફિલ્મ નિર્માતા અજય કપૂર અને પત્નીને ધરપકડથી રાહત
ફિલ્મ નિર્માતા અજય કપૂર અને તેમની પત્નીને સાંતાક્રુઝમાં બિલ્ડિંગના નવીનીકરણ અને નિયમાનુસાર કરવાના ખર્ચ પેટે આશરે ૧૩ કરોડ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ જવાના આરોપમાં મુંબઈ સેશન્સ કોર્ટે ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું છે. ફરિયાદી મોહિત ભારતીયાએ દાવો કર્યો હતો કે ૨૦૨૨માં બીએમસીની નોટિસ બાદ તેમને ડેવલપમેન્ટ મેનેજર તરીકે નિયુક્ત કરાયા હતા. નિયમાનુસારના ખર્ચમાં કપૂર પરિવારનો હિસ્સો ૫.૮૩ કરોડ અને નવીનીકરણના ખર્ચમાં ૮.૦૯ કરોડ હતો. કપૂર પરિવારે આ રકમ ચૂકવી ન હોવાથી ભારતીયાએ આર્થિક ગુના શાખામાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે કપૂર પરિવારે આગોતરા જામીન મેળવવા કોર્ટનો સંપર્ક કર્યો.
ફિલ્મ નિર્માતા અજય કપૂર અને પત્નીને ધરપકડથી રાહત
રાજ્યભરમાં TAT HS મુખ્ય પરીક્ષા:279 કેન્દ્રો પર 50,000 થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરુચિ કસોટી (TAT-HS) ની મુખ્ય પરીક્ષા રાજ્યભરમાં 279 કેન્દ્રો પર યોજાશે. પ્રિલિમિનરી કસોટીમાં ઉત્તીર્ણ થયેલા 51,971 ઉમેદવારો 21 વિષયોના શિક્ષકોની ભરતી માટે આ પરીક્ષામાં ભાગ લેશે. અમદાવાદ સહિત તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTVની દેખરેખ અને વિશેષ વ્યવસ્થા સાથે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ છે. ભારે વરસાદને કારણે બે વખત મોકૂફ રહ્યા બાદ હવે સાનુકૂળ વાતાવરણમાં બે શિફ્ટમાં પરીક્ષા લેવાશે.
રાજ્યભરમાં TAT HS મુખ્ય પરીક્ષા:279 કેન્દ્રો પર 50,000 થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
GPSC ભરતીમાં OBCને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ: ડૉ. રાઠોડનો ગંભીર આક્ષેપ
ગુજરાતમાં GPSCની ભરતી પ્રક્રિયા ફરી વિવાદમાં આવી છે. ડૉ. બી.સી.રાઠોડે દાવો કર્યો છે કે GPSCની ડાયરેક્ટ ભરતીમાં OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં પૂરતા માર્ક્સ મળતા નથી, ભલે તેમણે લેખિત પરીક્ષામાં વધુ ગુણ મેળવ્યા હોય. આ કારણે તેઓ ઓપન મેરિટમાં સ્થાન મેળવી શકતા નથી. કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ પણ GPSC ચેરમેન હસમુખ પટેલ પર એકતરફી નિર્ણયો લઈ OBC સમાજને અન્યાય કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે પોલીસ ભરતીમાં દોડના માર્ક્સ દૂર કરવા પાછળ પણ હસમુખ પટેલની ભૂમિકા હોવાનું કહ્યું છે.
GPSC ભરતીમાં OBCને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ: ડૉ. રાઠોડનો ગંભીર આક્ષેપ
છોટાઉદેપુરના ભૂમસવાડા ગામનો ચેકડેમ એક વર્ષમાં ધોવાયો
કવાંટ તાલુકાના ભુમસવાડા ગામે એક વર્ષ અગાઉ બનેલો ચેકડેમ ભારે વરસાદ બાદ ધોવાઈ જતાં તેના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. રેતીની થેલીઓનો ઉપયોગ અને સિમેન્ટ-કોન્ક્રીટના અભાવે આ ચેકડેમ ટકી શક્યો નથી. આ ઘટના બાંધકામમાં થયેલી ગેરરીતિઓ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. ગ્રામજનોએ આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે, જેથી ભ્રષ્ટાચારના આક્ષેપોની સત્યતા બહાર આવી શકે.
છોટાઉદેપુરના ભૂમસવાડા ગામનો ચેકડેમ એક વર્ષમાં ધોવાયો
બોડેલી વકીલ મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટના નવા પરિપત્રનો ઉગ્ર વિરોધ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટ કાર્યવાહી અને દસ્તાવેજો સંબંધિત નવા પરિપત્ર સામે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી બાર એસોસિએશનના વકીલોએ અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. A-4 સાઇઝ પેપરનો ફરજિયાત ઉપયોગ, નિર્ધારિત Font માં ટાઇપિંગ અને હસ્તલેખિત અરજીઓ બંધ કરવા જેવા નિયમો સામે વકીલોમાં રોષ જોવા મળ્યો છે. આ નવા નિયમોથી સામાન્ય અરજદારોને મુશ્કેલી પડી શકે છે તેમ વકીલોનું માનવું છે. પરિપત્ર પરત ખેંચવાની માંગ સાથે કામગીરીનો બહિષ્કાર ચાલુ રહેશે.
બોડેલી વકીલ મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટના નવા પરિપત્રનો ઉગ્ર વિરોધ
લોકાર્પણ પત્રિકામાં ધારાસભ્ય, જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખોની બાદબાકીથી ચર્ચા
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ગામે રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે રૂ.12.66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 66KV સબ સ્ટેશનનું લોકાર્પણ થયું. આ સબ સ્ટેશનથી સંતરામપુર અને ગોધર તાલુકાના 16 ગામોના 5 હજારથી વધુ ગ્રાહકોને 24 કલાક વીજળી મળશે. જોકે, જેટકો દ્વારા છપાયેલ આમંત્રણ પત્રિકામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખો અને સંતરામપુરના ધારાસભ્ય ડૉ કુબેરભાઈ ડીંડોરના નામનો ઉલ્લેખ ન હોવાથી તમામ મહાનુભાવો કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા. આ બાબત રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે.
લોકાર્પણ પત્રિકામાં ધારાસભ્ય, જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખોની બાદબાકીથી ચર્ચા
દાહોદના દેવગઢબારીઆની મિસબા દીવાને મલેશિયામાં ત્રણ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું
મલેશિયામાં યોજાયેલી MBW ઇન્ટરનેશનલ ઓપન તાઈકવાન્ડો ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર દેવગઢબારીઆની ખેલાડી મિસબા દીવાનનું તેના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મિસબા દીવાને ક્યોરુગીમાં સિલ્વર, પૂમસેમાં સિલ્વર અને વર્ચ્યુઅલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી દાહોદ જિલ્લા અને દેશનું ગૌરવ વધાર્યું છે. પરિવાર, મિત્રો, રમતગમત પ્રેમીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ ફૂલહાર પહેરાવી તેનું સ્વાગત કર્યું. આગેવાનોએ તેની સિદ્ધિને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી.
દાહોદના દેવગઢબારીઆની મિસબા દીવાને મલેશિયામાં ત્રણ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું
મહીસાગરના કડાણાના દધાલિયા ગામે 20 વર્ષ બાદ ફરી શરૂ થઈ એસ.ટી બસ સેવા
કડાણા તાલુકાના દધાલીયા ગામમાં 20 વર્ષના લાંબા અંતરાલ બાદ એસ.ટી બસ સેવા પુનઃ શરૂ થતાં ગ્રામજનોમાં ખુશીની લહેર છે. ઐતિહાસિક દિવસે, ગ્રામજનોએ બસનું ઉષ્માભેર સ્વાગત કર્યું અને પૂજા-અર્ચના કરી. છેલ્લા બે દાયકાથી બંધ રહેલી આ સેવાના અભાવે લોકોને શિક્ષણ, રોજગાર અને સારવાર માટે હાલાકી ભોગવવી પડતી હતી. હવે લુણાવાડાથી માનગઢ વચ્ચેની આ બસ સેવા ગ્રામજનો માટે સરળ, સુરક્ષિત અને સસ્તી મુસાફરી સુનિશ્ચિત કરશે, જેને તેઓ વિકાસનું મહત્વપૂર્ણ પગલું ગણાવી રહ્યા છે.
મહીસાગરના કડાણાના દધાલિયા ગામે 20 વર્ષ બાદ ફરી શરૂ થઈ એસ.ટી બસ સેવા
પંચમહાલના ખેતરમાં લટકતા વીજ વાયરોથી ખેડૂતોના જીવ પર જોખમ
શહેરા તાલુકાના અણીયાદ ગામમાં ડેરીથી કોલેજ તરફ જતા રસ્તા પરના ખેતરમાં વીજ વાયરો જમીનથી ખૂબ નીચે લટકી રહ્યા છે. કેટલીક જગ્યાએ વીજ થાંભલા પણ નમી ગયેલા છે. ચોમાસામાં ખેતરોમાં પાણી અને ભેજને કારણે વીજ કરંટ લાગી જાનહાનિ થવાનો ભય રહે છે. આ ગંભીર પરિસ્થિતિ છતાં વીજ કચેરી દ્વારા કોઈ પગલાં ન લેવાતા લોકોમાં રોષ છે. વીજ કંપનીની પ્રી-મોન્સૂન મેઈન્ટેનન્સ કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.
પંચમહાલના ખેતરમાં લટકતા વીજ વાયરોથી ખેડૂતોના જીવ પર જોખમ
કાલોલના વકીલ મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રનો ઉગ્ર વિરોધ
કાલોલ બાર એસોસિએશને ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રનો સખત વિરોધ નોંધાવ્યો છે, જેમાં છ4 સાઈઝના કાગળ પર અને લોહિત (Red) ફૅન્ટમાં અરજીઓ, સોગંદનામા અને અન્ય દસ્તાવેજો રજૂ કરવાનું ફરજિયાત કરાયું છે. આ નિર્ણય વકીલો અને અસીલોના હિતમાં ન હોવાનું જણાવી, તા. 7 અને 8 ઓગસ્ટના રોજ કોર્ટ કામગીરીથી અળગા રહી વિરોધ પ્રદર્શિત કરવાનો ઠરાવ કર્યો છે. જો નોટિફિકેશન પરત ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.
કાલોલના વકીલ મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રનો ઉગ્ર વિરોધ
ગોધરા શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ
ગોધરા શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ ખૂબ વધી ગયો છે. જાહેર માર્ગો પર પશુઓના ટોળાં જમાવવાથી રાહદારીઓ, વાહનચાલકો અને શાળાના વિદ્યાર્થીઓ ભય હેઠળ પસાર થાય છે. પંચમહાલ જિલ્લાનું ગૌ-ધરા તરીકે જાણીતું ગોધરા હવે રખડતાં પશુઓના કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને અકસ્માતનો ભય રહે છે. બસ સ્ટેન્ડ, ગાંધી પેટ્રોલ પંપ, બામરોલી રોડ, સાંપા રોડ જેવા મુખ્ય માર્ગો પર પશુઓના ટોળાં વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીમાં મૂકે છે, જેના કારણે જીવના જોખમે વાહન ચલાવવું પડે છે.
ગોધરા શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ
દાહોદમાં ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીર સામે તપાસ
ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર જેવી ખાદ્ય બનાવટો પર પ્રતિબંધ મૂક્યા બાદ દાહોદ ફૂડ વિભાગ સક્રિય થયું. શહેરની વિવિધ ડેરીઓ અને ડેરી ઉત્પાદનોના વેપારીઓ ત્યાં તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તપાસના ભાગરૂપે, બે સ્થળોએથી પનીરના બે નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે. જાહેર આરોગ્યના હિતમાં આ કાર્યવાહી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ સર્કલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
દાહોદમાં ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીર સામે તપાસ
ભરૂચ ખાતે GSYB યોગવર્ગના વાર્ષિકોત્સવની ઉજવણી કરાઇ
ભરૂચ ગૌશાળા પાંજરાપોળ ખાતે કાર્યરત નિઃશુલ્ક GSYB યોગવર્ગનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બિનિતા બેન, ઉમા બેન, યોગેશ ભાઇ, શાંતિલાલ શ્રોફ્, અનિલભાઈ, બિપિનભાઈ તથા મહેન્દ્રભાઈએ ઉપસ્થિત રહી નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાનો સંદેશ આપ્યો. કાર્યક્રમ દરમિયાન યોગસાધકો દ્વારા ચેર સૂર્યનમસ્કાર, સ્ટિક યોગ, વિવિધ યોગાસનો તેમજ સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆતો કરવામાં આવી હતી. યોગવર્ગના પ્રશિક્ષક કોમલ રાણાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સંચાલન ધૃતા રાવલ અને અશ્મિતા દ્વારા કરવામાં આવ્યું હતું.
ભરૂચ ખાતે GSYB યોગવર્ગના વાર્ષિકોત્સવની ઉજવણી કરાઇ
ભરૂચમાં કેમિકલ વેસ્ટથી ખેતીને થયેલ નુકસાન અંગે આવેદનપત્ર પાઠવાયું
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામમાં કિંજલ કેમિકલ કંપનીમાંથી કેમિકલ લીકેજ થતાં કેળના પાકને મોટું નુકસાન થયું હતું. એક માસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂત આગેવાન સંજય દેસાઇ અને અન્ય ખેડૂતોએ ઝઘડિયા નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું. કંપની છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી ખેડૂતોને નુકસાન પહોંચાડી રહી છે. કેમિકલ યુક્ત પાણીથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા ઘટી રહી છે. અગાઉ પણ વિવિધ કચેરીઓમાં રજૂઆતો કરવામાં આવી છે.
ભરૂચમાં કેમિકલ વેસ્ટથી ખેતીને થયેલ નુકસાન અંગે આવેદનપત્ર પાઠવાયું
બિરસા મુંડા યુનિવર્સિટીમાં કાયદાકીય જાગૃતિ સેમિનાર
નાંદોદ તાલુકાના જીતનગર સ્થિત બિરસા મુંડા યુનિવર્સિટીમાં 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના હેઠળ નારી વંદન ઉત્સવ-2026 અંતર્ગત મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે એક કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન થયું. આ સેમિનારમાં કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 વિષયક માહિતી અપાઈ. વિદ્યાર્થિનીઓને તેમના કાયદાકીય હક્કો, ફરિયાદ નિવારણ પ્રક્રિયા, તેમજ મુશ્કેલ સમયે મળતી સહાય અને સુરક્ષા વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું. શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને સરકારી યોજનાઓ વિશે પણ જાગૃત કરાયા.
બિરસા મુંડા યુનિવર્સિટીમાં કાયદાકીય જાગૃતિ સેમિનાર
ભરૂચના ઝઘડિયા SSP કચેરીના સફાઇ કામદારની અનોખી ઇમાનદારી
ઝઘડિયા એએસપી કચેરીના એક સફાઇ કામદારની પ્રામાણિકતા પ્રશંસનીય છે. તેમણે GIDCમાં ફરતા ટેન્કર ચાલકનો ખોવાયેલો મોબાઇલ ફોન શોધી કાઢ્યો અને તેને મદદનીશ પોલીસ અધિક્ષક (ASP) અજય કુમાર મીણાને સોંપ્યો. આ ફોન મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી અને અંકલેશ્વરમાં રહેતા ટેન્કર ચાલક રાજેશ મખ્ખુરામ પાલનો હતો, જે ઝઘડિયા GIDCમાં ડિઝલ ભરાવીને DCM કંપની જઈ રહ્યા હતા ત્યારે પડી ગયો હતો. આખરે, ચાલક રાજેશ પાલને શોધીને તેમનો મોબાઇલ પરત કરવામાં આવ્યો.
ભરૂચના ઝઘડિયા SSP કચેરીના સફાઇ કામદારની અનોખી ઇમાનદારી
ભરૂચમાં 'નશામુકત ભારત' અભિયાનનો ભવ્ય શુભારંભ
ભરૂચના ઝાડેશ્વર સ્થિત બ્રહ્મકુમારીઝ અનુભુતિ ધામ ખાતે 10 કરોડ નશામુકત પ્રતિજ્ઞા મહાઅભિયાન હેઠળ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં નાગરિકો, યુવાનો, મહિલાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. શાંતિ સંદેશ અને વ્યસનમુક્તિના સંકલ્પ સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં સૌએ નશાનો ત્યાગ કરી પરિવાર, શાળા, સમાજ અને દેશને વ્યસનમુક્ત બનાવવા જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો. 'નશામુકત ભારત'ના સંદેશ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવા આહવાન કરાયું.
ભરૂચમાં 'નશામુકત ભારત' અભિયાનનો ભવ્ય શુભારંભ
રાજપીપળામાં હર ઘર તિરંગા અભિયાન અંગે બેઠક યોજાઈ
રાજપીપળા કમલમ ખાતે હર ઘર તિરંગા - તિરંગા યાત્રા અભિયાનને સફ્ળ બનાવવા માટે જિલ્લા સ્તરની આયોજન બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને ગામે-ગામ અને ઘરે-ઘરે પહોંચાડવા માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી, જિલ્લા મહામંત્રી આશિષભાઈ પટેલ, હિતેશભાઈ વસાવા, શ્રાવણભાઈ તડવી, પ્રદેશ આદિજાતિ મોરચા મંત્રી જીતેશભાઈ તડવી, પ્રદેશ યુવા મોરચા મંત્રી આકાશભાઈ તડવી સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, ઉપસ્થિત રહ્યા હતાં.
રાજપીપળામાં હર ઘર તિરંગા અભિયાન અંગે બેઠક યોજાઈ
ભરૂચની ગાયત્રી સ્કૂલ તવરા ખાતે નશામુકત ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ભરૂચની ગાયત્રી સ્કુલ તવરા ખાતે ભારત સરકારના નશામુકત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં નશાના દુષણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓને નશાના દુષણથી થતા શારિરીક, માનસિક અને સામાજીક નુકશાન અગે માહિતી આપવમાં આવી તેમજ નશામુકત સમાજના નિર્માણ માટે શપથ લેવડાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ પોસ્ટર, સુત્રલેખન અને જાગૃતિ સંદેશાઓ દ્વારા નશાથી દુર રહેવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.
ભરૂચની ગાયત્રી સ્કૂલ તવરા ખાતે નશામુકત ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે શપથવિધિ સમારોહ યોજાયો
પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં તા.6-8-26 ના રોજ શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. નિમિત્તે શાળાના ટ્રસ્ટી ડો.માર્ગીબેન પટેલ અને શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શાળાના નિમણુક પામેલા વિદ્યાર્થીઓના પ્રતિનીધિઓ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યુ. શૈક્ષણિક વર્ષમાં પસંદગી પામેલા હેડ બોય, હેડ ગર્લ, કેપ્ટન, વાઈસ કેપ્ટન, સ્પોર્ટસ પર્સન, કલ્ચરલ હેડ બોય, ડિલીપ્લીન હેડ બોય જેવા પ્રતિનિધિઓને હાઉસકન્વીનર અને શિક્ષકો દ્વારા બેચ પહેરાવવામાં આવ્યા હતા.
ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે શપથવિધિ સમારોહ યોજાયો
નર્મદાના દેડિયાપાડાના માલસામોટ પ્રવાસન સ્થળની જર્જરિત હાલત
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલું પ્રખ્યાત પ્રવાસન સ્થળ માલસામોટ, ખાસ કરીને નિનાઈ ધોધ, હાલ જર્જરિત હાલતમાં છે. તંત્રની બેદરકારીને કારણે રેલિંગો તૂટી ગઈ છે, દિવાલોમાં તિરાડો પડી છે અને પ્રવાસીઓ માટેના શેડ તથા બેઠક વ્યવસ્થા પણ ક્ષતિગ્રસ્ત છે. આ સ્થિતિ પ્રવાસીઓની સુરક્ષા માટે જોખમી બની શકે છે, ખાસ કરીને ચોમાસામાં હજારો પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી તાત્કાલિક સમારકામની માંગણી સ્થાનિકો દ્વારા કરાઈ છે.
નર્મદાના દેડિયાપાડાના માલસામોટ પ્રવાસન સ્થળની જર્જરિત હાલત
ભરૂચની મિનલ સ્પેશિયાલિસ્ટ કંપનીમાં ચોથા માળેથી પટકાયેલ શ્રમિકનું સારવાર દરમિયાન મોત
વાગરા તાલુકાના સાયખા GIDC સ્થિત મિનલ સ્પેશ્યાલીસ્ટ કંપનીમાં ચોથા માળેથી પડી જતાં ગોવિંદકુમાર અમિકા રાય (ઉ.વ.22) નામના મજૂરનું સારવાર દરમિયાન મોત થયું છે. બિહારના મૂળ રહેવાસી ગોવિંદકુમાર કંપનીના એસ.એલ પ્લાન્ટમાં લોખંડની પાઇપ ફિટિંગનું કામ કરી રહ્યો હતો ત્યારે તેનો પગ લપસતાં તે નીચે પટકાયો હતો. માથામાં ગંભીર ઈજા થતાં તેને પ્રથમ વાગરા સરકારી દવાખાને અને બાદમાં એપેક્ષ હોસ્પિટલ ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચની મિનલ સ્પેશિયાલિસ્ટ કંપનીમાં ચોથા માળેથી પટકાયેલ શ્રમિકનું સારવાર દરમિયાન મોત
ભરૂચના ઝઘડિયાના વકીલો દ્વારા હાઈકોર્ટના નવા પરિપત્રનો ઉગ્ર વિરોધ
ઝઘડિયા: ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઈલિંગ માટે A-4 સાઈઝના પેપર અને નિર્ધારિત ફોન્ટ, લિપિ ફરજિયાત બનાવતા જાહેર કરાયેલા પરિપત્રનો ઝઘડિયા સહિત રાજ્યભરના બાર એસોસિએશનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. નવા નિયમોના વિરોધમાં ઝઘડિયા તાલુકાના કોર્ટ બાર એસોસિએશનના વકીલોએ શુક્રવારે કોર્ટની કાર્યવાહીથી અળગા રહી હડતાળ કરી વિરોધ નોંધાવ્યો. વકીલોએ કોર્ટ સંકુલ બહાર એકત્રિત થઈ હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો.
ભરૂચના ઝઘડિયાના વકીલો દ્વારા હાઈકોર્ટના નવા પરિપત્રનો ઉગ્ર વિરોધ
સાગબારાના વિસ્થાપિતો જંગલની જમીનના ન્યાય માટે એક થયા
સાગબારા તાલુકામાં જંગલની જમીન અને ખેડાણના મુદ્દે ખેડૂતોમાં ભારે ચિંતા છે. ખોપી ગામ ખાતે એકઠા થયેલા ખેડૂતોએ ન્યાયની માંગ કરી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલની જમીન પર ખેડાણ અટકાવવાની સૂચનાઓ સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. અન્ય તાલુકાઓમાં છૂટછાટ મળતી હોવા છતાં સાગબારાના ખેડૂતો સાથે ભેદભાવ શા માટે? તેવી રજૂઆત કરાઈ છે. ઉકાઈ જળાશયથી વિસ્થાપિત પરિવારોના જીવનનિર્વાહ માટે જમીનના પ્રશ્ને પણ માનવતાના ધોરણે નિર્ણય લેવા અપીલ કરાઈ છે. આ મુદ્દો નાલ, હલગામ, ખોપી, પાડી સહિત 10-12 ગામોને અસર કરી રહ્યો છે.
સાગબારાના વિસ્થાપિતો જંગલની જમીનના ન્યાય માટે એક થયા
ભરૂચના જંબુસરના ખાનપુર ભાગોળમાં ખુલ્લી ગટરમાં ગાય પડી
જંબુસર શહેરમાં ખુલ્લી ગટરોની સમસ્યા વકરી રહી છે. ખાનપુરી ભાગોળ વિસ્તારમાં એક ગાય ખુલ્લી ગટરમાં પડી જતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી હતી. મોટી મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી. સ્થાનિકોએ જણાવ્યું કે ખુલ્લી ગટરોને કારણે પશુઓ અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય રહે છે. અગાઉ પણ આવા બનાવો બન્યા છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળતા મળી રહી છે. રાત્રિ અને વરસાદમાં જોખમ વધે છે, અને મોટી દુર્ઘટનાની આશંકા છે.
ભરૂચના જંબુસરના ખાનપુર ભાગોળમાં ખુલ્લી ગટરમાં ગાય પડી
ભરૂચના ભાડભૂત ગામના માછીમારો બીજા જૂવારમાં માછીમારી કરવા રવાના
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના મીઠા પાણીમાં ઈંડા મૂકવા આવતી હિલ્સા મચ્છીના કારણે માછીમારીની સિઝન શરૂ થઈ છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન, માછીમારો નદી અને દરિયાના સંગમ વિસ્તારમાં નાવડીમાં રહી માછીમારી કરે છે. ગયા વર્ષનો જૂવાર સારો રહેતા આ વર્ષે પણ વધુ સારી આવકની આશા છે. કેટલાંક માછીમારો બીજા જૂવારની માછીમારી માટે નીકળી પડ્યા છે, અને સારો ફાલ મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભરૂચના ભાડભૂત ગામના માછીમારો બીજા જૂવારમાં માછીમારી કરવા રવાના
વડોદરાના છાણીથી જાંબુઆ સુધી અકસ્માતો રોકવા એન્જિનિયરિંગ સુધારા
વડોદરાના છાણીથી જાંબુઆ સુધીના NH-48 પર છેલ્લા ત્રણ વર્ષમાં 80 થી વધુ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. ટ્રાફિક વિભાગ, RTO અને નેશનલ હાઇવે સત્તામંડળોએ આ વિસ્તારની મુલાકાત લીધી અને 16 થી વધુ એન્જિનિયરિંગ ફેરફારો સૂચવ્યા છે. જેમાં ગોલ્ડન ચોકડી પર જાળી મૂકવી અને જાંબુઆ બ્રિજ નીચે 50 ફૂટ ઊંચો લાઇટ પોલ લગાવવાનો સમાવેશ થાય છે. આ પગલાંનો હેતુ લોકોને સલામત અને ભયમુક્ત મુસાફરી પૂરી પાડવાનો છે.
વડોદરાના છાણીથી જાંબુઆ સુધી અકસ્માતો રોકવા એન્જિનિયરિંગ સુધારા
સુરેન્દ્રનગરમાં 10 સ્થળોએ એનાલોગ પનીર-ચીઝની તપાસ
ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ લગાવ્યા બાદ, સુરેન્દ્રનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટ સહિત 10 સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી. આ કૃત્રિમ પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી, તંત્ર દ્વારા લોકોને આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ. જિલ્લા કલેક્ટરની સૂચનાથી ફૂડ વિભાગે મેન્યુફેકચરિંગ યુનિટ, રીટેઇલ શોપ, હોલસેલર અને ડિસ્ટ્રીબ્યુટર પાસેથી પનીર, ચીઝ અને બટરના નમૂના લીધા. ત્રણ સ્થળોએ શંકાસ્પદ લાગતા પનીરના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી અપાયા છે.