મહેસાણાના લાંઘણજમાં બોરના કેબલ વાયર ચોરતી ટોળકી ઝડપાઈ
મહેસાણાના લાંઘણજમાં બોરના કેબલ વાયર ચોરતી ટોળકી ઝડપાઈ
Published on: 14th September, 2026

લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરોના બોર ઉપરથી થતી કેબલ વાયર ચોરીના 7 વણઉકેલાયેલા ગુનાઓનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કેબલ ચોરી કરતી ટોળકીના ચાર શખ્સોને ચોરીના વાયર, બે મોટરસાયકલ અને મોબાઈલ સહિત કુલ રૂ.2.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આધારે, આંબલિયાસણથી બાલિયાસણ જવાના રસ્તા પાસે ચરામાંથી કેબલ વાયર છોલી રહેલા ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી લેવાયા. પૂછપરછમાં તેમણે ધોળાસણ, શંકરપુરા અને ખદલપુર ગામના ખેતરોમાંથી ચોરીની કબૂલાત કરી.