મહેસાણા ફાયરિંગ કેસમાં પાંચ વધુ આરોપીઓ નેપાળ બોર્ડર પરથી ઝડપાયા
મહેસાણા ફાયરિંગ કેસમાં પાંચ વધુ આરોપીઓ નેપાળ બોર્ડર પરથી ઝડપાયા
Published on: 14th September, 2026

મહેસાણા હાઇવે પર ભાવેશ દેસાઈ (ભાવેશ ઝીલીયા) પર થયેલા જીવલેણ હુમલા અને ફાયરિંગ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. નેપાળ બોર્ડર સુધી ભાગી ગયેલા મુખ્ય સૂત્રધાર જોરાવરસિંહ સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ હુમલો ભાવેશ ઝીલીયા પર નહીં, પરંતુ તેની કારમાં હાજર 'નવઘણ' નામના શખ્સ સાથેની જૂની અદાવતમાં થયો હતો. કુલ 3 વાહનો અને 11 શખ્સો આ ગુનામાં સામેલ હતા. પોલીસે અગાઉ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હવે બાકીના 5 આરોપીઓને પણ દબોચી લેવાયા છે.