કચ્છના ખાવડા નજીક ટ્રક-પિકઅપ વચ્ચે ગોઝારો અકસ્માત
કચ્છના ખાવડા નજીક ટ્રક-પિકઅપ વચ્ચે ગોઝારો અકસ્માત
Published on: 09th October, 2026

કચ્છના ખાવડા નજીક RE પાર્ક તરફ જતા માર્ગ પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શ્રમિકોને લઈ જતી પિકઅપને પુરપાટ ઝડપે આવતી ટ્રકે જોરદાર ટક્કર મારતાં આ દુર્ઘટનામાં 7 શ્રમિકોના મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં 15થી વધુ શ્રમિકો સવાર હતા, જેમાંથી અનેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.