અમદાવાદ એક્સપ્રેસ-વે ટોલ પ્લાઝા પાસે બસમાંથી રૂ. 25 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ એક્સપ્રેસ-વે ટોલ પ્લાઝા પાસે બસમાંથી રૂ. 25 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું
Published on: 10th September, 2026

અમદાવાદના રામોલ વિસ્તારમાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે ટોલ નાકા નજીક લકઝરી બસમાંથી પોલીસને 843 ગ્રામ MD ડ્રગ્સ મળ્યું, જેની કિંમત આશરે 25.30 લાખ રૂપિયા છે. પોલીસે ઈન્દોરના 24 વર્ષીય રિઝવાન મનસુરી નામના યુવકને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ, પાવર બેન્ક સહિત કુલ 25.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, આ જથ્થો ઈન્દોરના શાનુ પઠાણે મોકલ્યો હતો અને અમદાવાદના રિયાઝઅલીને પહોંચાડવાનો હતો. ડ્રગ્સ મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.