પાટણના ચાણસ્મા સાયબર ફ્રોડના ફરાર વધુ પાંચ આરોપી ઝડપાયા
પાટણના ચાણસ્મા સાયબર ફ્રોડના ફરાર વધુ પાંચ આરોપી ઝડપાયા
Published on: 01st August, 2026

પાટણ જિલ્લામાં ચાણસ્મા પોલીસે રૂ. 7.16 કરોડના મોટા સાયબર ફ્રોડ કેસમાં ફરાર વધુ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. અગાઉ 20 આરોપીઓની ધરપકડ બાદ બાકીના 13 આરોપીઓમાંથી આ પાંચ જણને પોલીસે પકડી પાડ્યા હતા. તેમને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા. ત્યારબાદ આરોપીઓએ જામીન અરજી કરી હતી, પરંતુ સરકારી વકીલની દલીલો બાદ કોર્ટે આરોપીઓને સંગઠિત સાયબર ફ્રોડ રેકેટના સહભાગી ગણાવી જામીન અરજી ફગાવી દીધી હતી.