ડેન્ટલ કોલેજ ઉચાપતમાં ડીનને બચાવવા પોલીસ મહેરબાન?
ડેન્ટલ કોલેજ ઉચાપતમાં ડીનને બચાવવા પોલીસ મહેરબાન?
Published on: 01st August, 2026

જામનગર ડેન્ટલ કોલેજમાં NHM ફંડમાંથી 1.36 કરોડની ઉચાપતના કેસમાં ડીન ડૉ. નાયનાબેન પટેલની સંડોવણી હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે. આરોપી શોભિત ગર્ગે ડીનના આદેશથી નાણાં ટ્રાન્સફર કર્યાનો ખુલાસો કર્યો હતો. ડીનની ખાલી ચેક પર સહીની દલીલ કોર્ટે ફગાવી. ડીનને બચાવતા તપાસ અધિકારીઓની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી, કોર્ટે ગૃહ અને આરોગ્ય સચિવોને નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવા હુકમ કર્યો છે.