રાજપીપળાના ભદામ ગામમાં ખાણ ખનિજ વિભાગના અધિકારીને ગ્રામજનોએ ઘેરી લીધા
રાજપીપળાના ભદામ ગામમાં ખાણ ખનિજ વિભાગના અધિકારીને ગ્રામજનોએ ઘેરી લીધા
Published on: 09th August, 2026

રાજપીપળાના ભદામ ગામે ખાણ ખનીજ વિભાગના અધિકારી અને ગ્રામજનો વચ્ચે થયેલો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. ગામના માર્ગોના સમારકામ દરમિયાન નર્મદા ખાણ ખનીજ વિભાગની ટીમે ટ્રેક્ટર રોકી રોયલ્ટીની માંગ કરી હતી. ગ્રામ પંચાયતની મંજૂરીથી થતી આ કામગીરી હોવા છતાં, રોયલ્ટી ઇન્સ્પેક્ટરે રૂ. 45,000 દંડ ફટકાર્યો. આ દંડ રદ કરવાની માંગ સાથે ગ્રામજનોએ અધિકારીઓને ઘેરી લીધા, જેના કારણે આશરે 5-6 કલાક સુધી તંગદિલીનો માહોલ સર્જાયો. પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો, પરંતુ દંડની રકમ પરત લેવાની જોગવાઈ ન હોવાનું જાણવા મળ્યું છે.