સાયલામાં દારૂના બે સ્થળે રેડ, રૂ. 6.35 લાખનો મુદ્દામાલ જપ્ત.
સાયલામાં દારૂના બે સ્થળે રેડ, રૂ. 6.35 લાખનો મુદ્દામાલ જપ્ત.
Published on: 08th May, 2026

સાયલા તાલુકા ગ્રામ્યમાં નડાળા ગામ પાસે એલસીબી ટીમે અને સાયલાના ખાટકીવાસના રહેણાક મકાનમાં સ્થાનીક પોલીસે દારૂની રેડ કરી હતી. જેમાં દારૂ, બિયર, કાર સહિત રૂ. 6,35,066નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બન્ને બનાવના આરોપીઓને ઝડપી લેવા પોલીસે શોધખોળ આદરી છે. સુરેન્દ્રનગર એલસીબી ટીમના વજાભાઈ સાનીયા સહિતનાઓને સાયલા તાલુકાના નડાળા ગામની સીમમાં વીંછીયા તાલુકાના માત્રા ગામનો કિશોર બહાદુરભાઈ ખાચર ડસ્ટર કારમાં દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી.