બાજવા યુનિયન બેન્ક: ૬ વેપારીઓએ બોગસ દસ્તાવેજોથી ૧.૪૫ કરોડની લોન લઈ ચોનો ચોપડ્યો
બાજવા યુનિયન બેન્ક: ૬ વેપારીઓએ બોગસ દસ્તાવેજોથી ૧.૪૫ કરોડની લોન લઈ ચોનો ચોપડ્યો
Published on: 27th August, 2026

બાજવા સ્થિત યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાંથી બોગસ દસ્તાવેજો રજૂ કરીને છ વેપારીઓએ રૂ. ૧.૪૫ કરોડની લોન મેળવી બેન્કને ચુનો ચોપડ્યો છે. વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન ધંધાકીય યુનિટ માટે લોન લીધા બાદ, અમુક વેપારીઓએ લોન ભરપાઇ ન કરીને બેન્કને મોટું નુકસાન પહોંચાડ્યું છે. કેટલાક ધંધા બંધ હોવા છતાં, ખોટા સ્ટોક અને બેન્ક સ્ટેટમેન્ટ્સ રજૂ કરાયા હતા. સ્થળ તપાસ બાદ આ છેતરપિંડી બહાર આવતાં પોલીસે છ લોનધારકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.