'જરાક એ દર્દ અને અપમાનની કલ્પના કરો...' દુષ્કર્મ પીડિત બાળકીના ગર્ભપાત મામલે CJI ભાવુક
સુપ્રીમ કોર્ટે 15 વર્ષની દુષ્કર્મ પીડિતાના 30 અઠવાડિયાના ગર્ભપાત મામલે સુનાવણી કરતા માનવીય સંવેદનાઓને સ્પર્શે તેવું વલણ અપનાવ્યું છે. AIIMS દ્વારા દાખલ કરવામાં આવેલી ક્યુરેટિવ પિટિશન પર સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ પણ સ્ત્રી પર અનિચ્છનીય ગર્ભાવસ્થા થોપી શકાય નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે પીડિતા પોતે એક બાળકી છે. જે ઉંમરે તેણે ભણવું જોઈએ, તે ઉંમરે તેને મા બનવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. તેણે જે પીડા અને અપમાન સહન કર્યું છે તેની કલ્પના કરો. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે અંતિમ નિર્ણય પીડિતા અને તેના માતા-પિતાનો જ હોવો જોઈએ.
'જરાક એ દર્દ અને અપમાનની કલ્પના કરો...' દુષ્કર્મ પીડિત બાળકીના ગર્ભપાત મામલે CJI ભાવુક
બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન?
પશ્ચિમ બંગાળમાં ગઈકાલે બીજા તબક્કાના મતદાન વખતે અનેક બૂથો પર તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું, જેમાં 77 બૂથો પર હિંસક અને મારમારીની ઘટનાઓ બની હતી. હવે ભાજપે આ 77 બૂથો પર ફરી મતદાન યોજવાની ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી છે. ચૂંટણી પંચ ભાજપની માંગ પર ગુરુવારે નિર્ણય લઈ શકે છે. TMCના મહાસચિવ અભિષેક બેનરજી ડાયમંડ હાર્બરના સાંસદ છે, ત્યારે ભાજપે જે 77 બૂથો પર ફેર મતદાનની માંગ કરી છે, તેમાંથી 64 બૂથ ડાયમંડ હાર્બર શહેરનાં છે.
બંગાળમાં 77 બૂથ પર ફરી મતદાન?
ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો?
ભારતીય રૂપિયો ડોલર સામે 95 ના સ્તરને પાર કરી જતાં ભારત હવે પોતાની આર્થિક સુરક્ષા માટે સજાગ થયું છે. RBIએ BRICS દેશો સાથે મળીને નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નવી પેમેન્ટ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો અને અમેરિકી ડોલરની અસ્થિરતાના પ્રભાવને ઓછો કરવાનો છે. આ ફ્રેમવર્ક હેઠળ BRICS સભ્ય દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને UAE) સીમા-પારના વ્યવહારો સ્થાનિક ચલણમાં જ પતાવશે. આનાથી ડોલરમાં કન્વર્ટ કરવાની ફી બચશે અને પશ્ચિમી બેંકો પરની નિર્ભરતા ઘટશે.
ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો?
નેપાળ એરલાઈન્સની ઉદ્ધતાઈ: જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવતો નકશો મૂક્યો
ભારત અને નેપાળ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં ખટાશ ઊભી કરી શકે તેવી એક ઘટનામાં, નેપાળની રાષ્ટ્રીય એરલાઈન્સ (Nepal Airlines) એ ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પાકિસ્તાનના નકશામાં દર્શાવ્યા છે. નેપાળ એરલાઈન્સે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પ્રમોશનલ ગ્રાફિક અથવા રૂટ મેપ શેર કર્યો હતો. આ નકશામાં ભારતીય સરહદોનું ખોટું ચિત્રણ કરવામાં આવ્યું હતું. સૌથી વધુ વાંધાજનક બાબત એ હતી કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોને ભારતના બદલે પાકિસ્તાનના ભૂ-ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
નેપાળ એરલાઈન્સની ઉદ્ધતાઈ: જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવતો નકશો મૂક્યો
LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી... 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર
૧ મે, ૨૦૨૬થી દેશમાં અનેક આર્થિક ફેરફારો અમલી બનશે, જેની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે. ઓઈલ કંપનીઓ LPG, CNG અને ATFના નવા ભાવ જાહેર કરશે, જેમાં ફેરફારની શક્યતા છે. SBI કાર્ડધારકો માટે લેટ પેમેન્ટ ચાર્જ અને એન્યુઅલ ફીના નિયમો બદલાશે. આ ઉપરાંત, ઓનલાઇન ગેમિંગ માટે નવા સરકારી નિયમો લાગુ થશે અને બેન્ક ગ્રાહકો માટે e-KYC પૂર્ણ કરવાની અંતિમ તારીખ હોવાથી તે અપડેટ કરાવવું અનિવાર્ય બનશે, અન્યથા નાણાકીય વ્યવહારો અટકી શકે છે.
LPGથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી... 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર
કોહિનૂર હીરો ભારતને પાછો આપો: ન્યૂયોર્કના મેયરની અપીલ.
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાની ફરી એકવાર પોતાના નિવેદનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ III અને ક્વીન કેમિલા ન્યૂયોર્કની મુલાકાતે છે, જ્યાં મેમોરિયલ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દરમિયાન મેયર મમદાનીએ કોહિનૂર હીરાનો મુદ્દો ઉઠાવશે તેવું જણાવ્યું હતું. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમદાનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો તેમને કિંગ ચાર્લ્સ સાથે અંગત વાતચીત કરવાની તક મળશે, તો તેઓ ભારતનો અમૂલ્ય 'કોહિનૂર' હીરો પરત કરવાની માંગ કરશે. તેમણે ઉમેર્યું કે, "કોહિનૂર માત્ર એક પથ્થર નથી, પરંતુ તે ભારતના ગૌરવશાળી ઈતિહાસ અને બ્રિટિશ શાસન દરમિયાન થયેલા શોષણનું પ્રતીક છે."
કોહિનૂર હીરો ભારતને પાછો આપો: ન્યૂયોર્કના મેયરની અપીલ.
NEET અને TAT પરીક્ષા: 3 મેના રોજ રાજકોટ અને દેશભરમાં પરીક્ષાઓ.
3 મે, 2026 ના રોજ દેશભરમાં 22.79 લાખ વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપશે, જેમાં રાજકોટના 4,176 વિદ્યાર્થીઓ ભાગ લેશે. તે જ દિવસે, ધોરણ 9-10 માં શિક્ષક બનવા માટે TAT સેકન્ડરી પ્રિલીમ્સ પરીક્ષા યોજાશે, જેમાં રાજકોટના 33,303 ઉમેદવારો પરીક્ષા આપશે. બંને પરીક્ષાઓમાં Negative Marking ની સિસ્ટમ અમલમાં રહેશે.
NEET અને TAT પરીક્ષા: 3 મેના રોજ રાજકોટ અને દેશભરમાં પરીક્ષાઓ.
સુરતમાં આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલ ફેઈલ, ફૂડ વિભાગની કાર્યવાહી
સુરત ફૂડ વિભાગે આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલ લીધા હતા. કેટલાક ઘીના સેમ્પલ 'અનસેફ' અને 'સબસ્ટાન્ડર્ડ' જાહેર થયા, જેમાં બીટા સીટોસ્ટોરેલની હાજરી મળી. આઈસ્ક્રીમના સેમ્પલમાં પણ દૂધમાં ફેટનું પ્રમાણ ઓછું હોવાથી તે સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા. સંચાલકો સામે કાર્યવાહી શરૂ.
સુરતમાં આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલ ફેઈલ, ફૂડ વિભાગની કાર્યવાહી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ચાલતી કારમાં આગ, 5 લોકો જીવતા ભૂંજાયા.
દિલ્હીના રાજકારણ પર ગુજરાત ચૂંટણીની અસર
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના શાનદાર વિજયની ગુંજ દિલ્હી સુધી સંભળાઈ છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ પ્રત્યક્ષ રીતે પ્રચારથી દૂર હોવા છતાં દરેક પળની વિગતો મેળવી રહ્યા હતા, જ્યારે દિલ્હી ભાજપ કાર્યાલયમાં વિજય ઉત્સવ મનાવાયો હતો. બીજી તરફ, રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની નિષ્ક્રિયતાને કારણે મળેલી હારથી ગાંધી પરિવારમાં કોઈ આશ્ચર્ય જોવા મળ્યું નથી. મુશ્કેલીઓમાં ઘેરાયેલા અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નબળા દેખાવથી નિરાશ થયા છે અને તેમણે માત્ર અંગત સાથીઓ સાથે જ મંત્રણા કરી છે.
દિલ્હીના રાજકારણ પર ગુજરાત ચૂંટણીની અસર
એક્ઝિટ પોલ કેટલા સાચા?
પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોની ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થયા છે, જેની વિશ્વસનીયતા હંમેશા શંકાના દાયરામાં રહી છે. ૨૦૨૪ની લોકસભા અને હરિયાણા જેવી તાજેતરની ચૂંટણીઓમાં એક્ઝિટ પોલના તારણો ખોટા સાબિત થયા છે. ૨૦૨૧માં બંગાળ અને આસામની ચૂંટણી વખતે પણ પોલ દ્વારા ભાજપ અને એનડીએના પ્રદર્શન અંગે કરાયેલી આગાહીઓ અને વાસ્તવિક પરિણામો વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. આમ, ૪થી મેના રોજ આવનારા સચોટ પરિણામો પહેલા એક્ઝિટ પોલ માત્ર સંભવિત ચિત્ર રજૂ કરે છે, પરંતુ તે અંતિમ સત્ય હોતા નથી.
એક્ઝિટ પોલ કેટલા સાચા?
મોદીએ દક્ષિણ એશિયામાં બદલ્યા સમીકરણો, ભારત મજબૂત.
ભારત પડોશીઓ સાથે નિર્ણાયક સંબંધો બનાવી રહ્યું છે. પ્રાદેશિક રાજકારણની ગતિશીલતા વચ્ચે, ભારતે સંવાદ, વ્યૂહરચના અને શક્તિ સંતુલન દ્વારા સ્થાન મજબૂત કર્યું છે. ચીન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથેના સંબંધોમાં સહયોગ અને સ્થિરતા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
મોદીએ દક્ષિણ એશિયામાં બદલ્યા સમીકરણો, ભારત મજબૂત.
હિંમતનગર: વરઘોડામાં ડાન્સ બાબતે મારામારી, બે પક્ષોની ફરિયાદ
હિંમતનગરના નવા બળવંતપુરા ગામે વરઘોડામાં ડાન્સ કરવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષો વચ્ચે સામસામે લાકડીઓ અને ઈંટો વડે હુમલો થયો હતો. આ વિખવાદમાં રણજીતસિંહ પરમાર અને શોભનાબા ઝાલાના પરિવારોએ એકબીજા પર મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપો કર્યા છે. આ અથડામણમાં કુલ પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી. હિંમતનગર એ. ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
હિંમતનગર: વરઘોડામાં ડાન્સ બાબતે મારામારી, બે પક્ષોની ફરિયાદ
જેનપુરમાં મામેરામાં જવા વાહનમાં બેસવા મુદ્દે ઝઘડો, 4ને ઈજા.
પ્રાંતિજ તાલુકાના જેનપુર ગામે મામેરાના પ્રસંગમાં આઈશરમાં બેસવા બાબતે થયેલી નજીવી બોલાચાલી હિંસક ઝઘડામાં પરિણમી હતી. ગત ૨૭ એપ્રિલે કૌટુંબિક સભ્યો વચ્ચે થયેલા વિખવાદમાં ચાર શખ્સોએ મહિપાલસિંહ અને તેમના પરિવારજનો પર લાકડીઓ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે નિર્મલાબા ઝાલાની ફરિયાદના આધારે પ્રાંતિજ પોલીસે ધીરૂસિંહ ઝાલા સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઈ છે.
જેનપુરમાં મામેરામાં જવા વાહનમાં બેસવા મુદ્દે ઝઘડો, 4ને ઈજા.
ઓપેકમાંથી UAE બહાર, ક્રુડ તેલના ભાવ ઊંચા રહેશે.
યુનાઈટેડ આરબ અમીરાત (UAE) દ્વારા ઓપેક (OPEC) સંગઠન છોડવાના નિર્ણય છતાં ક્રૂડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૧૧ ડોલરની આસપાસ ઊંચા રહેવાની શક્યતા છે. પશ્ચિમ એશિયામાં હોર્મુઝ ખાડી બંધ થવાને કારણે પુરવઠામાં અવરોધ, ભૌગોલિક રાજકીય જોખમો અને જહાજોની અછત જેવી સ્થિતિમાં આ ભાવમાં તાત્કાલિક ઘટાડો નહીં થાય તેમ બજારના વર્તુળો માને છે. અખાત સિવાયના દેશોમાં નીચું રોકાણ અને વૈશ્વિક સ્તરે તેલની જળવાયેલી માંગ પણ ભાવ વધારાને ટેકો આપી રહી છે, જે લાંબા ગાળે બજારને અસર કરશે.
ઓપેકમાંથી UAE બહાર, ક્રુડ તેલના ભાવ ઊંચા રહેશે.
સાણંદ ચોકડી પરથી LCB દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
ગુજરાત રાજ્યમાં પ્રોહિબિશન કાયદાના પાલન માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સક્રિય છે. LCB ટીમે બાવળા સાણંદ ચોકડી પાસેથી ક્રેટા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીટર ટીન, કુલ 3828 નંગ, અંદાજે રૂ. 4,12,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. આરોપી રાજસ્થાનનો રહેવાસી છે.
સાણંદ ચોકડી પરથી LCB દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ
વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક વાહન બજારના વિકાસમાં એશિયા-પેસિફિક ક્ષેત્ર, ખાસ કરીને ભારત અને ચીન મુખ્ય ચાલક બળ તરીકે ઉભરી આવ્યા છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ મોટર વ્હીકલ મેન્યુફેક્ચરર્સ અનુસાર, વૈશ્વિક ઉત્પાદન અને વેચાણમાં અનુક્રમે ૩.૯% અને ૪.૭% નો વધારો થયો છે. જોકે, આ વૃદ્ધિ સમાન નથી; એશિયામાં ઉત્પાદનમાં ૭.૬% નો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે યુરોપ અને અમેરિકાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ઓટોમોબાઈલ ક્ષેત્રે પશ્ચિમી દેશોની સરખામણીએ એશિયાઈ દેશો વર્ચસ્વ જમાવી રહ્યા છે.
ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ
રાધનપુરમાં પૈસાની લેવડ-દેવડ બાબતે આધેડે ઝેરી દવા પીધી.
રાધનપુરમાં પૈસાની લેતી દેતી બાબતે આધેડે ઝરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે.જે બનાવે મૃતક ની પત્નીએ ઉછીના પૈસા લઈ જઈ પરત ન આપતા અને પૈસાની માંગણી કરતા ખોટા કેસમાં ફ્સાવી દેવાની વારંવાર ધમકી આપનાર બે મહિલા સહિત કુલ 4 વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ ની માંગણી કરી છે.
રાધનપુરમાં પૈસાની લેવડ-દેવડ બાબતે આધેડે ઝેરી દવા પીધી.
પાટણ SOGએ અડિયા ગામના બોગસ તબીબને પકડ્યો.
પાટણ જિલ્લામાં વધુ એક બોગસ તબીબને ગેરકાયદે દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ઉઘાડપગા તબીબને રૂપિયા પાંચ હજાર ઉપરાંતના મુદામાલ સાથે પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે હારીજ તાલુકાના અડિયા ગામેથી ઝડપી લઈને વધુ તપાસ માટે હારીજ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પાટણ SOGએ અડિયા ગામના બોગસ તબીબને પકડ્યો.
ઇરાન યુદ્ધ વચ્ચે પ્રથમ LNG ટેન્કર ભારત પહોંચ્યું.
ફેબ્રુઆરીમાં અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર અટકી પડી હતી, પરંતુ તાજેતરમાં ૧.૩૫ લાખ ઘનમીટરની ક્ષમતા ધરાવતું પ્રથમ LNG ટેન્કર આ ખાડી પાર કરી ભારત નજીક પહોંચ્યું છે. આ જહાજે હોર્મુઝ પાર કરવા માટે સંભવતઃ પોતાનું સિગ્નલ બંધ કરવાની પદ્ધતિ અપનાવી હતી, જેથી તે રાડારમાં પકડાયા વિના સલામત રીતે નીકળી શક્યું. યુદ્ધના લાંબા ગાળા બાદ આ સફળતા મળતા હવે તે ભારત પહોંચવાની તૈયારીમાં છે, જે ઉર્જા પુરવઠા માટે મહત્વના સંકેત આપે છે.
ઇરાન યુદ્ધ વચ્ચે પ્રથમ LNG ટેન્કર ભારત પહોંચ્યું.
હેલ્થ પોલિસીમાં ક્લેઈમ દાખલ કરવા સમયમર્યાદા લાદવી ગેરકાયસરદેઃ હાઈકોર્ટ
બોમ્બે હાઈકોર્ટે મહત્વના ચુકાદામાં જણાવ્યું છે કે વીમા કંપનીઓ સ્વાસ્થ્ય વીમાના દાવા દાખલ કરવા માટે કોઈ સમયમર્યાદા લાદી શકે નહીં. યુનાઈટેડ ઈન્શ્યોરન્સ કંપનીએ ૯૦ દિવસની મર્યાદા પૂરી થયાનું જણાવી દાવો નકાર્યો હતો, જેને કોર્ટે ગેરકાયદેસર અને ભારતીય કરાર અધિનિયમની કલમ ૨૮(બી) વિરુદ્ધ ગણાવ્યો છે. હાઈકોર્ટે કંપનીને વીમાધારક દંપતીના રૂ. ૧.૧૩ લાખના ક્લેમ ચૂકવવાનો આદેશ આપી સ્પષ્ટ કર્યું કે નિર્ધારિત સમય પૂરો થવાથી પોલિસીધારકના અધિકારો ખતમ થતા નથી. આ ચુકાદો વીમાધારકો માટે મોટી રાહત સમાન છે.
હેલ્થ પોલિસીમાં ક્લેઈમ દાખલ કરવા સમયમર્યાદા લાદવી ગેરકાયસરદેઃ હાઈકોર્ટ
એચ-૧બી વેતન વધારવા નોર્થ કેરોલિના લેબર કમિશનરનું સમર્થન, ભારતીયોને અસર.
નોર્થ કેરોલિનાના શ્રમ કમિશનર લ્યુક ફાર્લેએ H-1B અને E-3 વિઝા હેઠળના વિદેશી કામદારો માટે લઘુત્તમ વેતનના નિયમો વધારવાના ટ્રમ્પ વહીવટીતંત્રના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. તેમનું માનવું છે કે વિદેશી વિઝા કાર્યક્રમોને કારણે અમેરિકન કામદારોની નોકરીઓ અને વેતનમાં ઘટાડો થાય છે. આ ફેરફારથી H-1B વિઝા પર નિર્ભર ભારતીય પ્રોફેશનલ્સને મોટો આર્થિક ફટકો પડી શકે છે. આ નવા નિયમોનો હેતુ અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ કરવાનો અને વિદેશી શ્રમના કારણે થતા વેતન કાપને અટકાવવાનો છે, જેની સીધી અસર ભારતીય આઈટી ક્ષેત્ર પર પડશે.
એચ-૧બી વેતન વધારવા નોર્થ કેરોલિના લેબર કમિશનરનું સમર્થન, ભારતીયોને અસર.
બંગાળમાં અટકળો, આસામમાં ભાજપ, કેરળમાં પરિવર્તન.
પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં મિશ્ર વરતારો જોવા મળ્યો છે. આસામમાં ભાજપ અને પુડુચેરીમાં એનડીએ સત્તા જાળવી રાખશે, જ્યારે તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિનના નેતૃત્વમાં ડીએમકેની વાપસીના સંકેત છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની ટીએમસીને ફટકો પડવાની અને ત્રિશંકુ વિધાનસભાની શક્યતા વ્યક્ત કરાઈ છે. બીજી તરફ, કેરળમાં સત્તા પરિવર્તન સાથે કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનની સરકાર બનવાનું અનુમાન છે. તમામ રાજ્યોના સચોટ પરિણામો ૪ મેના રોજ જાહેર થશે.
બંગાળમાં અટકળો, આસામમાં ભાજપ, કેરળમાં પરિવર્તન.
સેલવાસમાં પારિવારિક વિવાદ બાદ 36 રૂમોની ત્રણ માળની બિલ્ડીંગનું ડિમોલિશન
હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો
કેન્દ્ર સરકાર દેશમાં પેટ્રોલના વધતા ભાવ અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે હવે મોટું કદમ ઉઠાવવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH) એ 27 એપ્રિલના રોજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં પેટ્રોલમાં વધુ માત્રામાં ઈથેનોલ ભેળવવાના નિયમોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ લાગુ થશે, તો આગામી સમયમાં વાહનો સંપૂર્ણપણે ઈથેનોલથી પણ ચાલી શકશે. આ ડ્રાફ્ટ નોટિફિકેશનનો હેતુ ઉત્સર્જન સંબંધિત નિયમો, ફ્યુઅલ ક્લાસિફિકેશન અને હાઈ ઈથેનોલ બ્લેન્ડ સાથે જોડાયેલા ટેકનિકલ શબ્દોમાં ફેરફાર કરવાનો છે.