ગોવિંદભાઈ ધોળકિયાના નામે ઠગાઈ: ₹1500માં રજીસ્ટ્રેશનનો નવો ખેલ
ગોવિંદભાઈ ધોળકિયાના નામે ઠગાઈ: ₹1500માં રજીસ્ટ્રેશનનો નવો ખેલ
Published on: 09th August, 2026

સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાની પ્રતિષ્ઠાનો દુરુપયોગ કરી, ઠગોએ 'હું ગોવિંદભાઈ ધોળકિયા બોલું છું' તેમ કહી ડીપફેક વીડિયો બનાવ્યા છે. આ વીડિયોમાં જૂના સિક્કા મોંઘા ભાવે ખરીદવાની લાલચ આપી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વતી પ્રોસેસિંગ ચાર્જ પેટે ₹1500 UPI દ્વારા ટ્રાન્સફર કરાવવાનો કારસો રચાયો છે. SRK કંપનીના PS ભાવેશ વાલજીભાઈ લાઠીયાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા, નિવૃત્ત DySP આર.જી. જાડેજાએ ક્રોસ ચેકિંગ કરતાં આ છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો. પોલીસે BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.