સુરતમાં શેરબજારના દેવામાં ડૂબેલા યુવકે માતાની હત્યા કરી
સુરતમાં શેરબજારના દેવામાં ડૂબેલા યુવકે માતાની હત્યા કરી
Published on: 01st August, 2026

સુરતમાં શેરબજારમાં 40 થી 50 લાખનું દેવું થઈ જતાં 36 વર્ષીય પાટીદાર યુવકે પોતાની 63 વર્ષીય માતાની ગળે ટૂંપો આપી નિર્મમ હત્યા કરી નાખી. માતાની હત્યા બાદ યુવકે પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાસ્થળેથી એક પાનાની સુસાઇડ નોટ મળી જેમાં આર્થિક સંકટ અને પરિવારની માફીનો ઉલ્લેખ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.