જૂનાગઢમાં 1500 મીટરના રોડમાં ભ્રષ્ટાચાર: જાડાઈ 6cm ને બદલે 2cm
જૂનાગઢમાં 1500 મીટરના રોડમાં ભ્રષ્ટાચાર: જાડાઈ 6cm ને બદલે 2cm
Published on: 01st August, 2026

જૂનાગઢના ખડીયાથી જવાહર નવોદય શાળા સુધીના 1500 મીટરના ડામર રોડમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. મધુરમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા 2.24 કરોડના ખર્ચે થયેલી આ કામગીરીમાં રોડની જાડાઈ માત્ર 2 સેન્ટીમીટર જ છે, જ્યારે નિયમ મુજબ 6 સેન્ટીમીટર હોવી જોઈએ. જાગૃત નાગરિકો દ્વારા ઉખાડવામાં આવેલા ડામરના પોપડા અને ધોવાણના પુરાવા છતાં ગાંધીનગરથી આવેલ રિપોર્ટમાં કામગીરીને "શ્રેષ્ઠ" ગણાવવામાં આવી છે. આ વિસંગતતાએ અધિકારીઓ પર સવાલો ઉઠાવ્યા છે.