વડોદરાના વાઘોડિયાના કમલાપુરામાં હાઇટેક ઓનલાઇન જુગારધામ ઝડપાયું
વડોદરાના વાઘોડિયાના કમલાપુરામાં હાઇટેક ઓનલાઇન જુગારધામ ઝડપાયું
Published on: 09th August, 2026

વડોદરા જિલ્લા LCB એ વાઘોડિયાના કમલાપુરા ગામમાં સિદ્ધિ વિનાયક હોમ્સના એક ભાડાના મકાનમાં ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારધામ પર રેઇડ કરી હતી. GET-ID મારફ્તે ચાલતા આ જુગારધામમાંથી 5 શખસોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી લેપટોપ, 11 ફોન, એક સોનેટ કાર અને રોકડ રકમ મળી કુલ રૂા. 7,37,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ રેઇડમાં જુગાર રમાડવાના સાધનો અને નાણાકીય હિસાબોની ડાયરી પણ મળી આવી હતી.