ગુજરાત યુનિવર્સિટીની મોટી પહેલ: અમદાવાદમાં શરૂ થશે દેશનું પ્રથમ આર્કિયોલોજી અને હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ!
ગુજરાત યુનિવર્સિટીની મોટી પહેલ: અમદાવાદમાં શરૂ થશે દેશનું પ્રથમ આર્કિયોલોજી અને હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ!
Published on: 29th May, 2026

Gujarat University new institute: ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષના બજેટ પહેલા સરકારને અમદાવાદમાં હેરિટેજ એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ એન્ડ આર્કિયોલોજી ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની મંજૂરી માંગતી દરખાસ્ત કરવામાં આવી હતી. જેને સરકારે સ્વીકારતા યુનિ.ને આ સંસ્થા સ્થાપવા મંજૂરી આપી છે અને આ સંસ્થા માટેના કુલ 36.21 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સામે હાલ 10.86 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવા ઠરાવ કર્યો છે. આ ઈન્સ્ટિટ્યૂટ દેશની પ્રથમ આ પ્રકારની સંસ્થા હશે.