કચ્છના દરબાર હોલમાં આધુનિક ડિઝાઈનરોનું કલાત્મક ફ્યુઝન
કચ્છના દરબાર હોલમાં આધુનિક ડિઝાઈનરોનું કલાત્મક ફ્યુઝન
Published on: 09th August, 2026

આધુનિક સમયમાં બ્રાન્ડિંગ અને નેટવર્કિંગનું મહત્વ વધ્યું છે. અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાં યોજાતા રોયલ એક્ઝિબિશનની શરૂઆત હવે કચ્છના ભુજમાં થઈ છે. પ્રાગમહેલના દરબાર હોલમાં રાજાશાહી લૂક સાથે યોજાયેલું પ્રદર્શન એક નવા ટ્રેન્ડની શરૂઆત છે. આ પ્રદર્શન યુવા પેઢીને પરંપરાગત હસ્તકલા સાચવવા અને પ્રદર્શિત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે. કચ્છી હુન્નર સાથે જયપુર, અમદાવાદ અને વડોદરાના ડિઝાઈનરોનું ફ્યુઝન 'ધ રોયલ કલેક્ટિવ'માં જોવા મળ્યું.