મહેસાણામાં ટ્રેન કોચ રેસ્ટોરન્ટ: 24 ક્લાક ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ વાનગીઓ.
મહેસાણામાં ટ્રેન કોચ રેસ્ટોરન્ટ: 24 ક્લાક ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ વાનગીઓ.
Published on: 08th May, 2026

મહેસાણાના ગોપીનાળા નજીક રેલવે સ્ટેશન પર એક અનોખું રેસ્ટોરન્ટ 'રેલ કોચ રેસ્ટોરન્ટ' શરૂ થવા જઈ રહ્યું છે. 70 ટન વજનના જૂના રેલ કોચને આધુનિક સુવિધાઓ સાથે રૂપાંતરિત કરાયો છે. આ AC રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લું રહેશે અને 65 લોકો એકસાથે ભોજન માણી શકશે. અહીં ગુજરાતી, પંજાબી અને ચાઈનીઝ વાનગીઓ ઉપલબ્ધ થશે. રેસ્ટોરન્ટની આગળ ગાર્ડન અને મનોરંજન માટે મોટી સ્ક્રીન પણ હશે, જે મહેસાણાવાસીઓને ટ્રેનમાં જમવાનો અનોખો અનુભવ આપશે.