AMCના અધિકારીઓ નિયમો ભૂલ્યા
AMCના અધિકારીઓ નિયમો ભૂલ્યા
Published on: 28th August, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધીના ફ્લાયઓવર બ્રિજ પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. જમીન સંપાદન, ડ્રેનેજ-વોટર લાઇન મેપિંગનો અભાવ, અને કોન્ટ્રાક્ટરની બેદરકારી જેવા કારણોસર પ્રોજેક્ટને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું છે. AMCના નિયમો મુજબ, સાઇટ ક્લિયરન્સ, યુટિલિટી મેપિંગ અને સ્પષ્ટ ફાઇનલ ડ્રોઇંગ વિના વર્ક ઓર્ડર અપાતો નથી, છતાં આ પ્રોજેક્ટમાં આવું કેમ થયું તે અંગે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. જૈનિક વકીલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસેથી લેખિત સ્પષ્ટતા માંગી છે. GFC અને આર. એન્ડ. બી. મંજૂરીમાં 556 દિવસના વિલંબ, કોન્ટ્રાક્ટરની 185 દિવસની બેદરકારી અને રૂ. 50 લાખની પેનલ્ટી અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.