AMC ના Property Tax વિભાગમાં લાલિયાવાડી
AMC ના Property Tax વિભાગમાં લાલિયાવાડી
Published on: 28th August, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના Property Tax વિભાગમાં નાગરિકોની અરજીઓનો નિકાલ કરવામાં બે મહિના સુધીનો વિલંબ થતાં સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રશ્નો ઊઠ્યા છે. હવે ટેક્સ વિભાગને દરેક અરજીનો 7 દિવસમાં જવાબ આપવા અને સમયમર્યાદામાં નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે. નામ ટ્રાન્સફર, ટેક્સમાં વધારો, બાકી રકમ દર્શાવવી, મિલકતના માપમાં ફેરફાર જેવી બાબતો માટે અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડતા હતા. આ ઉપરાંત, કોન્ટ્રાક્ટરની સાઇટ પર ગંદકી કે મચ્છરના પોરા મળે તો દંડ કરવાની પણ સૂચના અપાઈ છે.