વડોદરા નજીક રાયપુરા ગામના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
વડોદરા નજીક રાયપુરા ગામના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
Published on: 28th August, 2026

વડોદરા નજીકના રાયપુરા ગામના તળાવમાંથી આજેે એક યુવકનો મૃતદેહ મળી આવતાં વડોદરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.રાયપુરા ગામે આવેલા તળાવમાં આજે સવારે એક યુવકનો મૃતદેહ જોવા મળતાં ગ્રામજનો ભેગા થયા હતા.સરપંચ ગણપત ભાઇએ પોલીસને જાણ કરતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.મૃતદેહ વિકૃત થઇ ગયો હોવાથી તેની ઓળખ મુશ્કેલ બની છે.જેથી પોલીસની ટીમો આસપાસના વિસ્તારોમાં મૃતકના વારસ દારોને શોધવા કવાયત કરી રહી છે.મરનારની ઓળખ થાય પછી બનાવનો ભેદ ખૂલશે.