ગુજરાત કોંગ્રેસમાં કકળાટ: પ્રભારીને નેતાઓએ સંભળાવ્યું, ઓળખાણ વગર ટિકિટ નહીં
ગુજરાત કોંગ્રેસમાં કકળાટ: પ્રભારીને નેતાઓએ સંભળાવ્યું, ઓળખાણ વગર ટિકિટ નહીં
Published on: 01st June, 2026

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને અસંતોષનો માહોલ ફરી જોવા મળ્યો. મધ્ય ગુજરાતના નેતાઓએ પક્ષના પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં જ પ્રદેશ નેતૃત્વ સામે રોષ ઠાલવ્યો. સિનિયર કાર્યકરોની સતત અવગણના અને ચૂંટણી સમયે સહકાર ન મળવા જેવા આક્ષેપો થયા. નેતાઓએ પૂછ્યું કે, "પક્ષમાં હવે ઓળખાણ અને ભલામણ વગર ટિકિટ મળતી જ નથી." ફોર્મ પાછા ખેંચાયેલી બેઠકો પર ભલામણ કરનારાઓ સામે પગલાંની માંગણી થઈ. ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિની શક્યતા છે.