ક્લાઈમેટ ચેન્જ: ગુજરાતના 3 શહેરો પર પૂર, વાવાઝોડું, ગરમીનું સંકટ!
ક્લાઈમેટ ચેન્જ: ગુજરાતના 3 શહેરો પર પૂર, વાવાઝોડું, ગરમીનું સંકટ!
Published on: 01st June, 2026

વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે ભારતીય હવામાનમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પણ આનાથી પ્રભાવિત થશે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ, 2040 સુધીમાં સુરત, ભાવનગર અને પોરબંદર જેવા શહેરોમાં પૂર, દરિયાઈ સપાટીમાં વધારો, અતિશય ગરમી અને વાવાઝોડાનું જોખમ વધશે. આ ફેરફારો લાખો લોકોની આજીવિકા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અસર કરશે, જેથી તાત્કાલિક ક્લાયમેટ-રેઝિલિયન્ટ પગલાં લેવા જરૂરી છે.