અમદાવાદ શહેરના નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી!
અમદાવાદ શહેરના નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી!
Published on: 01st June, 2026

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ નજીક આવેલા સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. પોલીસને મળેલા પત્ર બાદ નવરંગપુરા પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે ક્લબ પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ધમકી પાછળ કોઈ મજાક છે કે ગંભીર ષડયંત્ર, તે જાણવા પોલીસ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરી રહી છે.