અનાવાડામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી.
અનાવાડામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી.
Published on: 01st June, 2026

પાટણના અનાવાડામાં પાટીદાર પરિવાર દ્વારા આયોજિત દેવી ભાગવત અને ભાગવત કથા અંતર્ગત કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ. અધિક માસની પૂનમના પવિત્ર અવસરે શ્રદ્ધાળુઓને ભગવાનનું પારણું ઝુલાવવાનો અને વિશેષ મહાઆરતીનો લાભ મળ્યો. અનાવાડા અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. 'નંદઘેર આનંદ ભયો'ના નાદ સાથે સમગ્ર કથા મંડપ ગુંજી ઉઠ્યો હતો. આ ઉત્સવમાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.