ડભોઈ નગરપાલિકાના કાંસના ખોદકામને ગ્રામજનોએ પૂરાવ્યું.
ડભોઈ નગરપાલિકાના કાંસના ખોદકામને ગ્રામજનોએ પૂરાવ્યું.
Published on: 21st May, 2026

ચોમાસા પહેલા ડભોઈ નગરપાલિકાએ વરસાદી કાંસનું ખોદકામ શરૂ કર્યું. ખરવા ચોકડી નજીક થયેલા ખોદકામને કારણે થરવાસા ગામમાં પાણી ભરાવાની ભીતિ ઊભી થઈ. આ અંગે રોષે ભરાયેલા થુવાવી જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલ અને ગ્રામજનોએ પાલિકા દ્વારા કરાયેલ ખોદકામ જાતે જ પૂરી દીધું. જો નગરપાલિકાની આડેધડ કામગીરી ચાલુ રહેશે તો આગામી ચોમાસામાં થરવાસા ગામમાં પાણી ઘૂસી જશે તેવી સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી.