સોલાર યોજના જાગૃતિ: શિનોરમાં નાટક દ્વારા પ્રચાર.
સોલાર યોજના જાગૃતિ: શિનોરમાં નાટક દ્વારા પ્રચાર.
Published on: 21st May, 2026

વડોદરાના શિનોર તાલુકામાં MGVCL દ્વારા સોલાર યોજનાના ફાયદા સમજાવવા નાટક યોજાયું. નાયબ ઈજનેર કુંદનસિંહની હાજરીમાં, બસ સ્ટેન્ડ ખાતે વીજ ગ્રાહકોને આર્થિક બચત અને દેશમાં વીજળી બચાવવા પ્રેરણા અપાઈ. સોલાર રૂકટોપ યોજનાના લાભો સામાન્ય માણસ સમજી શકે તે રીતે રજૂ કરાયા. ગામના અગ્રણીઓ અને અનેક ગ્રાહકો ઉપસ્થિત રહ્યા.