ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ, જનજીવન પ્રભાવિત.
ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ, જનજીવન પ્રભાવિત.
Published on: 21st May, 2026

ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમી અને ઉકળાટ વધશે. પવનની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે સૂકી ગરમીની સાથે અસહ્ય બફારો પણ અનુભવાશે. રાજ્યમાં સરેરાશ તાપમાન 40-44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. અમદાવાદ 43.7 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું છે, જ્યારે કંડલા, અમરેલી, રાજકોટમાં પણ તાપમાન ઊંચું રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં તાપમાન ઓછું પણ ભેજને કારણે વધુ ઉકળાટ છે. આરોગ્ય વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા સલાહ આપી છે.