ભાવનગર શહેરના સ્વરાંકન એપાર્ટમેન્ટ ના પહેલા માળે આગ ભભુકી ઉઠી.
ભાવનગર શહેરના સ્વરાંકન એપાર્ટમેન્ટ ના પહેલા માળે આગ ભભુકી ઉઠી.
Published on: 21st May, 2026

ભાવનગર શહેરના રૃપાણી સર્કલ દીવડી નજીક આવેલ સ્વરાંકન એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ ફ્લેટ નં.૧૦૫માં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યાનો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર એક ગાડી પાણી છાંટી આગને બુજાવી દીધી હતી. આગમાં ઘરવખરી સંપૂર્ણપણે ખાક્ થઈ જવા પામી હતી.