મહેસાણામાં 4 મહિનામાં 131 સગીર દીકરીઓ ગર્ભવતી
મહેસાણામાં 4 મહિનામાં 131 સગીર દીકરીઓ ગર્ભવતી
Published on: 01st August, 2026

બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ-2006 અમલમાં હોવા છતાં અને અનેક સરકારી વિભાગો કાર્યરત હોવા છતાં મહેસાણા જિલ્લામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એપ્રિલ 2026 થી 22 જુલાઈ 2026 સુધીના માત્ર ચાર મહિનામાં 13થી 17 વર્ષની વયજૂથની 131 સગીર દીકરીઓ ગર્ભવતી હોવાનું નોંધાયું છે. આ સરકારી ચોપડાના આંકડાઓએ બાળ લગ્ન નાથવા માટે તમામ સમાજો, નાગરિકો અને સંસ્થાઓએ જાગૃત થઈને વ્યાપક ઝુંબેશ ચલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.