પોઇચા ભાગવત સપ્તાહમાં ગયેલા પરિવારના ઘરેથી ૧.૯૪ લાખની ચોરી
પોઇચા ભાગવત સપ્તાહમાં ગયેલા પરિવારના ઘરેથી ૧.૯૪ લાખની ચોરી
Published on: 13th July, 2026

વડોદરાના મકરપુરામાં રહેતા વેપારી રમેશ સુતરીયા તેમના પરિવાર સાથે નર્મદા જિલ્લાના પોઇચા ખાતે નિલકંઠધામમાં ભાગવત સપ્તાહમાં ગયા હતા. પાંચ જુલાઈના રોજ ઘરને તાળું મારીને તેઓ નીકળ્યા હતા. ૧૧મી જુલાઈએ ઘરે પરત ફરતા દરવાજાનું તાળું તૂટેલું જણાયું. તપાસ કરતા ઘરના અંદરના ભાગેથી ચોરી થઈ હોવાનું બહાર આવ્યું. ચોર ટોળકીએ સવા ત્રણ તોલા સોનાના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડા ૮૫ હજાર મળી કુલ ૧.૯૪ લાખની ચોરી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.