ગીરમાં CDV વાયરસનો પ્રકોપ: 4 સિંહબાળના મોત, 17 સિંહો આઇસોલેટ, વેક્સીનેશન શરુ
ગીરમાં CDV વાયરસનો પ્રકોપ: 4 સિંહબાળના મોત, 17 સિંહો આઇસોલેટ, વેક્સીનેશન શરુ
Published on: 28th May, 2026

ગીરના જંગલમાં CDV (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ) ના શંકાસ્પદ પ્રકોપ અને સિંહોના મૃત્યુના કારણે ચિંતા વધી છે. 4 સિંહબાળના કરુણ મૃત્યુ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી, જ્યારે PMO પણ નજર રાખી રહ્યું છે. સંક્રમણ અટકાવવા 17 સિંહોને આઇસોલેટ કરાયા છે અને 350 થી વધુ સિંહોનું D-Ticking તેમજ વેક્સીનેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. નિષ્ણાંત તબીબોની ટીમ પણ સક્રિય છે.