બાળકોની વાત સાંભળવી શા માટે જરૂરી છે?
બાળકોની વાત સાંભળવી શા માટે જરૂરી છે?
Published on: 11th August, 2026

આજના સમયમાં ઘણા વાલીઓ બાળકોને પોતાની આકાંક્ષાઓનું રોકાણ માને છે. આઠ વર્ષના અન્યુ સન ની ટેડ-ટોક ‘Why Parents Should Listen To Kids’ દર્શાવે છે કે બાળકોની વાત સાંભળવી એ ફક્ત શબ્દો નહીં, પણ તેમની ભાવનાઓને સમજવું છે. ઘણા વાલીઓ બાળકને બોલતું કરવા મહેનત કરે છે, પણ પછી તેને ચૂપ રાખવાનો પ્રયાસ કરે છે. બાળકને પોતાની પસંદગી વ્યક્ત કરવાની કે વાત રજૂ કરવાની મોકળાશ મળવી જોઈએ, જેથી તેમનો મનોવૈજ્ઞાનિક વિકાસ યોગ્ય રીતે થાય.