ચોમાસામાં જૂતાંની કાળજી: ભીનાશ અને ગંદકીથી બચાવવાની સરળ રીતો
ચોમાસામાં જૂતાંની કાળજી: ભીનાશ અને ગંદકીથી બચાવવાની સરળ રીતો
Published on: 11th August, 2026

ચોમાસામાં તમારા જૂતાં ગંદા અને ભીના થઈ જાય છે. આ ઋતુમાં પગરખાંની યોગ્ય જાળવણી માટે કેટલીક સરળ ટિપ્સ અનુસરો. ભીના જૂતાંને રૂમ ટેમ્પરેચરમાં સુકાવો, અંદર અખબારના પાના મૂકી ભેજ શોષો. લેધર શુઝને લેધર ક્લીનર અને કંડિશનરથી સાફ કરો, ત્યારબાદ પોલીશ લગાડો. સ્વૅડ અને ન્યુબક શુઝને વોટર અને ડાઘથી બચાવવા માટે સ્પ્રે કરો. કેન્વાસ શુઝને હૂંફાળા પાણી અને સાબુથી સાફ કરો, મશીનમાં ધોવાનું ટાળો. એથ્લેટિક શુઝ માટે ડીઓડોરાઇઝીંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો.