વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટયો.
વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટયો.
Published on: 13th May, 2026

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPI)ની ભારતીય ઈક્વિટીસમાં સતત વેચવાલીને પરિણામે વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટી રહ્યો છે જ્યારે વૈશ્વિક માર્કેટ કેપમાં એકંદરે વધારો થયો છે. એશિયા વિસ્તારમાં ભારતના હરિફ દેશોના હિસ્સામાં વધારો થઈ રહ્યો છે. વર્તમાન વર્ષના પ્રારંભથી વૈશ્વિક માર્કેટ કેપ વધી છે, પરંતુ ભારતની ઘટી છે.  ક્રુડ તેલના ઊંચા ભાવ, રૂપિયા પર દબાણ તથા પશ્ચિમ એશિયા યુદ્ધ ખતમ થવાના કોઈ સંકેત મળતા નહીં હોવાથી FPIનું ભારતીય બજારમાં માનસ ખરડાયું છે અને તેઓ સતત વેચવાલી કરી રહ્યા છે.