મહીસાગરના રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે બક્ષીપંચ મોરચા દ્વારા નારી સન્માન સમારંભ
મહીસાગરના રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે બક્ષીપંચ મોરચા દ્વારા નારી સન્માન સમારંભ
Published on: 29th August, 2026

મહીસાગરના રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા "જ્યાં નારીનું સન્માન, ત્યાં દેશનો વિકાસ"ના સંદેશ સાથે ભવ્ય નારી સન્માન સમારંભનું આયોજન થયું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારિયા, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા. સમારંભમાં આગેવાનોનું સન્માન અને બહેનોને સાડી ભેટ અપાઈ હતી, જેની લોકોએ પ્રશંસા કરી.