ધારાસભ્ય કુમાર કાનાણી: "સુરતમાં હોટ ફિક્સ કચરાના નિકાલ માટે વ્યવસ્થા ગોઠવો"
ધારાસભ્ય કુમાર કાનાણી: "સુરતમાં હોટ ફિક્સ કચરાના નિકાલ માટે વ્યવસ્થા ગોઠવો"
Published on: 31st August, 2026

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોટ ફિક્સ યુનિટોમાંથી નીકળતા કચરાના નિકાલ મુદ્દે નોટિસ અને સીલ કરવાની કાર્યવાહી સામે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કમિશનરને પત્ર લખી કચરો ઉઠાવવાની વૈજ્ઞાનિક વ્યવસ્થા કરવા માંગ કરી છે. તેમણે જણાવ્યું કે યુનિટો સીલ કરવાને બદલે, ડોર-ટુ-ડોર અથવા ખાસ વેસ્ટ કલેક્શન વાહન દ્વારા હોટ ફિક્સ કચરો એકત્ર કરવાની નીતિ બનાવવી જોઈએ. આનાથી જાહેર સ્થળોએ કચરો ફેંકવાની સમસ્યા ઘટશે અને શહેરની સ્વચ્છતા જળવાઈ રહેશે, તેમજ રોજગારી પણ સુરક્ષિત રહેશે.